BP અને બ્લડ શુગર ટ્રેકર
તમારાં કે પરિવારના કોઈ પુખ્ત સભ્યનાં બ્લડ પ્રેશર અને બ્લડ શુગરનાં દરેક રીડિંગ લખતા જાઓ, અને સમય જતાં એ કેવાં રહે છે તે જુઓ. ડૉક્ટર પાસે જાઓ ત્યારે એવી લિંક શેર કરો, જે હંમેશાં સૌથી તાજાં રીડિંગ બતાવે.
લોડ થઈ રહ્યું છે…
આ કેવી રીતે કામ કરે છે
- બ્લડ પ્રેશર: ઉપરનો (સિસ્ટોલિક) અને નીચેનો (ડાયાસ્ટોલિક) આંકડો લખો, અને BP ક્યાં માપ્યું તે પણ: ડૉક્ટરના ક્લિનિકમાં, કે ઘરે કે કામના સ્થળે. એક જ બેઠકમાં લીધેલાં વધુમાં વધુ ત્રણ રીડિંગની સરેરાશ ગણાય છે.
- બ્લડ શુગર: ભૂખ્યા પેટે (FBS), જમવાનું શરૂ કર્યાના 2 કલાક પછી (PPBS), ગમે ત્યારે (RBS), કે HbA1c; અને ટેસ્ટ લેબમાં થયો કે ગ્લુકોમીટરથી.
- વજન (વૈકલ્પિક): ઊંચાઈ સાથે મળીને, સમય જતાં તમારું BMI કેવું રહે છે તે બતાવે છે.
- પુખ્તો માટે (18 વર્ષ અને તેથી વધુ). પરિવારના પુખ્ત સભ્યો સંમતિ આપે, તો તેમનાં રીડિંગ પણ તમે અહીં રાખી શકો છો.
- બહુ ઊંચાં કે બહુ નીચાં રીડિંગ આવે, ત્યારે તમારી સ્ક્રીન પર એક ટૂંકી નોંધ દેખાય છે કે હવે શું કરવું. કોઈને કંઈ મોકલાતું નથી.
- તમારા ડૉક્ટર સાથે શેર કરો: એક લિંક (અને QR કોડ), જે ખોલો ત્યારે દર વખતે સૌથી તાજાં રીડિંગ બતાવે. એમાં શું બતાવવું અને લિંક કેટલો સમય ચાલે તે તમે નક્કી કરો છો, અને ગમે ત્યારે તેને બંધ પણ કરી શકો છો.
તમારાં રીડિંગ ફક્ત તમે જ જોઈ શકો છો, સિવાય કે તમે લિંક શેર કરો. રીડિંગ, કે આખું એકાઉન્ટ, તમે ગમે ત્યારે કાઢી નાખી શકો છો. શું સાચવવામાં આવે છે · અસ્વીકરણ